ઓળખાણ

નીચેના મુદ્દાઓ આ દસ્તાવેજમાં આવરાયેલા છે:

  • સ્થાપન-સંબંધિત નોંધો

  • લક્ષણ સુધારાઓ

  • કર્નલ-સંબંધિત સુધારાઓ

  • ડ્રાઈવર સુધારાઓ

  • ટેક્નોલોજી પૂર્વદર્શનો

  • ઉકેલાયેલ મુદ્દાઓ

  • જાણીતા મુદ્દાઓ

Red Hat Enterprise Linux 4.7 પરના અમુક સુધારાઓ પ્રકાશન નોંધોની આ આવૃત્તિમાં દેખાશે નહિં. Red Hat Enterprise Linux 4.7 પ્રકાશન નોંધોની સુધારાયેલ આવૃત્તિ નીચેની URL આગળ પણ ઉપલબ્ધ હશે:

http://www.redhat.com/docs/manuals/enterprise/

સ્થાપન-સંબંધિત નોંધો

નીચેનો વિભાગ Red Hat Enterprise Linux ના લગતી અને એનાકોન્ડા સ્થાપન કાર્યક્રમ લગતી જાણકારીનો સમાવેશ કરે છે.

નોંધ

જ્યારે એક નાની આવૃત્તિમાંથી Red Hat Enterprise Linux 4 (આથી કે 4.5 થી 4.6) થી Red Hat Enterprise Linux 4.7 ને બદલી રહ્યા હોય ત્યારે, તે આગ્રહણીય છે કે તમે Red Hat Network ની મદદથી તમે કરો, ક્યાંતો યજમાનિત વેબ ઇન્ટરફેશ મારફતે અથવા Red Hat Network Satellite.

જો તમે ઉપલબ્ધ ન હોય તેવા નેટવર્ક જોડાણ સાથે સિસ્ટમમાં સુધારો કરી રહ્યા હોય, ત્યારે Anaconda નુ "સુધારા" વિધેયને વાપરો. છતાંય, નોંધો કે Anaconda પાસે સમસ્યાઓને સંભાળવા માટે મર્યાદિત સક્ષમતાઓ છે જેમ કે વધારાની રિપોઝીટરીઓ પર આધારભૂતપણાઓ અથવા થર્ડ-પાર્ટી કાર્યક્રમો. આગળ, Anaconda લોગ ફાઇલમાં સ્થાપન ભૂલોનો અહેવાલ આપે છે, નહિં કે સીધુ જ.

આથી કે, Red Hat આગ્રહણીય કે જે જ્યારે ઓફલાઇન સિસ્ટમોનો સુધારો કરી રહ્યા હોય, ત્યારે તમારે તમારી પહેલા રૂપરેખાંકન સુધારાની પ્રામાણિકતા ચકાસવી જોઇએ. તમારે ઉત્પાદન પર્યાવરણ નો સુધારાને લાગુ કરી રહ્યા હોય એ પહેલા ભૂલો માટે સુધારા લોગ ને બરાબર રીતે ચકાસો.

Red Hat Enterprise Linux (ઉદાહરણ તરીકે, Red Hat Enterprise Linux 3 થી Red Hat Enterprise Linux 4.7 નો સુધારો) ની મુખ્ય આવૃત્તિઓ વચ્ચે સુધારા માટે આધાર નથી. જો કે Anaconda નુ "સુધારા" નુ વિકલ્પ તમને આ કરવાની પરવાનગી આપે છે એની કોઇ ખાતરી નથી કે આ સુધારાથી સુયોજના ચાલશે. સુધારાની જગ્યામાં મુખ્ય પ્રકાશનની બીજી બાજુએ બધી સિસ્ટમ સુયોજનને, સેવાઓ અને ઇચ્છિત રૂપરેખાંકનને સચવાતા નથી. આ કારણ માટે, Red Hat સખત આગ્રહણીય છે કે જે જ્યારે મુખ્ય આવૃત્તિઓ વચ્ચે સુધારાઓનુ આયોજન કરી રહ્યા હોય ત્યારે તમે તાજુ સ્થાપન કરો.

  • જો તમે Red Hat Enterprise Linux 4.7 CD-ROMs (નેટવર્ક-આધારિત સ્થાપન માટેની તૈયારીમાં, ઉદાહરણ તરીકે) ના સમાવિષ્ટોની નકલ કરી રહ્યા હોય તો માત્ર ઓપરેટિંગ સિસ્ટમ માટે તમે CD-ROMs ની નકલ કરો તેની ખાતરી કરો. પુરવઠીય CD-ROM ની, અથવા સ્તરવાળી ઉત્પાદન CD-ROMs માંની કોઈની પણ નકલ કરશો નહિં, કારણ કે આ Anaconda ની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી ફાઈલો પર ફરીથી લખી નાંખશે.

    Red Hat Enterprise Linux સ્થાપિત થઈ જાય પછી જ આ બધી CD-ROMs સ્થાપિત થવી જોઈએ.

  • Red Hat Enterprise Linux 4 સાથે આપવામાં આવતી GRUBની આવૃત્તિ (અને બઘા બદલાવો) સોફ્ટવેર મીરરીંગ(RAID1) ને આઘાર આપતી નથી. આથી કરીને જો તમે RAID1 ના પાર્ટીશન પર Red Hat Enterprise Linux 4 સ્થાપન કરો તો બુટલોડર માસ્ટર બૂટ રેકોર્ડ (MBR) ના બદલે પ્રથમ હાર્ડ ડ્રાઈવ પર સ્થાપીત થશે. આ સીસ્ટમને બૂટ થવા નહી દે.

    જો તમારે RAID1 પાર્ટીશન પર Red Hat Enterprise Linux 4 ના સ્થાપન કરવાની ઇરછા હોય તો, પહેલા MBR માંથી કાઇપણ પુન:અસ્તિત્વ બુટલોડર માં તમારે ક્લિઅર રહેવુ જોઇએ.

  • જ્યારે સિસ્ટમો પર લખાણ સ્થિતિમાં Red Hat Enterprise Linux 4 નું સ્થાપન કરી રહ્યા હોય, ત્યારે જે ફ્લેટ-પેનલ મોનિટરો અને કેટલાક ATI કાર્ડો વાપરો, સ્ક્રિન વિસ્તાર ખસેડાયેલો દેખાઇ શકે છે. જ્યારે આવુ થાય, સ્ક્રિન નાં કેટલાક વિસ્તારો ઢંકાઇ જશે.

    જો આવુ થાય તો, પરિમાણ linux nofb સાથે સ્થાપન કરો.

  • જ્યારે આ પ્રકાશનને Red Hat Enterprise Linux 4.6 માંથી સુધારો કરી રહ્યા હોય, ત્યારે minilogd ઘણાબધા SELinux denials લોગ રાખી શકે છે.આ ભૂલ લોગો હાનિકારક નથી, અને સુમેળ રીતે અવગણી શકાય છે.

લક્ષણ સુધારાઓ

SHA-256/SHA-512 ની મદદથી પાસવર્ડ હેશીંગ

SHA-256 અને SHA-512 હેશ વિધેયોની મદદથી પાસવર્ડ હેશીંગ હવે આધારભૂત છે.

સ્થાપિત સિસ્ટમ પર SHA-256 અથવા SHA-512 પર સ્વીચ કરવા માટે, authconfig --passalgo=sha256 --kickstart અથવા authconfig --passalgo=sha512 --kickstart ને ચલાવો. અસ્તિત્વ ધરાવતાહેલા વપરાશકર્તાના ખાતાઓને અસર થશે નહિ જયાંય સુધી તેમના પાસવર્ડ તોસુથી અસર થશે નહિ.

નવી સ્થાપિત થયેલ સિસ્ટમો માટે, SHA-256 અથવા SHA-512 ની મદદથી કિકસ્ટાર્ટ સ્થાપનો માટે ફક્ત રૂપરેખાંકિત કરી શકે છે. આવુ કરવા માટે, કિકસ્ટાર્ટ આદેશ auth; ના --passalgo=sha256 અથવા --passalgo=sha512 વિકલ્પો પણ વાપરો, --enablemd5 વિકલ્પ ને દૂર કરો જો તે હાલમાં હોય તો.

જો તમારુ સ્થાપન કિકસ્ટાર્ટમાં વપરાતુ ન હોય તો, ઉપર વર્ણવાયેલ તરીકે authconfig વાપરો, પછી બનાવેલ બધા પાસવર્ડો (રુટનો સમાવેશ કરી રહ્યા છીએ) ને સ્થાપન પછી બદલો.

ઉચિત વિકલ્પોને libuser ઉમેરવામાં આવ્યુ, pam, અને shadow-utils ને આ પાસર્વડ હેશીંગ અલગોરીધમને આધાર આપવા માટે. authconfig જરૂરી વિકલ્પો આપોઆપ રૂપરેખાંકિત કરે છે,તેથી તેને જાતે બદલવુ જરૂરી નથી:

  • crypt_style વિકલ્પની નવી કિંમતો અને /etc/libuser.conf નાં [defaults] વિભાગમાં બંને hash_rounds_min અને hash_rounds_max માટે નવા વિકલ્પો હવે આધારભૂત છે. વધારે જાણકારી માટે, /usr/share/doc/libuser-[libuser version]/README.sha નો સંદર્ભ લો.

  • નવા વિકલ્પો sha256, sha512, અને rounds એ હવે pam_unix PAM મોડ્યુલ દ્દારા આધારભૂત છે. વધારે જાણકારી માટે, /usr/share/doc/pam-[pam version]/txts/README.pam_unix નો સંદર્ભ લો.

  • /etc/login.defs માં નીચેના નવા વિકલ્પો shadow-utils દ્દારા હવે આધારભૂત છે:

    • ENCRYPT_METHOD — વાપરેલ એનક્રિપ્સન પદ્દતિઓને સ્પષ્ટ કરે છે. યોગ્ય કિંમતો DES, MD5, SHA256, અને SHA512 છે.જો આ વિકલ્પ સ્પષ્ટ કરેલ છે,MD5_CRYPT_ENAB એ અવગણના કરેલ છે.

    • SHA_CRYPT_MIN_ROUNDS અને SHA_CRYPT_MAX_ROUNDS — હેશીંગ ગણતરીના નંબરનો ઉપયોગ કરવા માટે સ્પષ્ટ કરે છે જો ENCRYPT_METHOD ને SHA256 અથવા SHA512 માં સુયોજિત કરવામાં આવે છે. જો કોઇ વિકલ્પ સુયોજિત નથી કરવામાં આવતો, એક મૂળભૂત કિંમત glibc દ્દારા પસંદ કરવામાં આવે છે. જો ફક્ત એક વિકલ્પ સુયોજિત છે, એનક્રિપ્સન પદ્દતિ ગણતરીઓના નંબર સ્પષ્ટ કરે છે.

      જો બંને વિકલ્પો વાપરેલ છે, તેઓ સંકલિત અંતરાલ સ્પષ્ટ કરે છે કે જેમાંથી વારાઓની સંખ્યા રેન્ડમ રીતે પસંદ કરેલ છે. વારાઓના પસંદ કરાયેલ નંબર સંકલિત અંતરાલ [1000, 999999999] ને મર્યાદિત છે.

comps.xml માં OFED

OpenFabrics Enterprise Distribution જૂથ હવે comps.xml માં સમાવેલ છે. આ જૂથ વધારે પ્રભાવ નેટવર્કીંગ અને ક્લસ્ટરીંગ માટે વપરાયેલ ઘટકોનો સમાવેશ કરે છે (ઉદાહરણ માટે, InfiniBand અને Remote Direct Memory Access).

વર્ચ્યુઅલાઈઝેશન

આ સુધારો પેરાવર્ચ્યુઅલાઈઝ બ્લોક ઉપકરણ અને નેટવર્ક ડ્રાઇવરો નો વપરાશનુ અમલીકરણ કરે છે, જે સંપૂર્ણપણે-વર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનો નો પ્રભાવ સુધારે છે. વધુમાં, તમે મહેમાન ડોમેઇન પ્રતિ ત્રણ કરતા વધારે virtual network interface (VNIF) નંબરોને હવે વાપરી શકો છો.

divider

divider=[value] વિકલ્પ એ કર્નલ આદેશ-વાક્ય પરિમાણ છે કે જે તમને સિસ્ટમ ઘડિયાળ દર સંતુલિત કરવા માટે પરવાનગી આપે છે જ્યારે એ જ દૃશ્યમાન HZ સમય કિંમતને વપરાશકર્તા જગ્યા કાર્યક્રમોમાં જાળવી રહ્યા હોય.

divider=[value] વિકલ્પ વાપરવાનું તમને CPU ઓવરહેડ ઘટાડવા અને અસર વધારવા માટે પરવાનગી આપે છે સામયિક પ્રક્રિયાઓ અને રૂપરેખાકરણની ચોકસાઈનો ખર્ચ ઘટાડીને. આ વર્ચ્યુઅલાઈઝ થયેલ પર્યાવરણોમાં અને સાથે સાથે ચોક્કસ કાર્યક્રમો માટે પણ ઉપયોગી છે.ે

[values] પ્રમાણભૂત 1000Hz ઘડિયાળ માટે ઉપયોગી છે:

  • 2 = 500Hz

  • 4 = 250Hz

  • 10 = 100Hz (Red Hat Enterprise Linux ના પહેલાના પ્રકાશન દ્દારા વપરાતી કિંમત)

નોંધો કે વર્ચ્યુઅલાઈઝ થયેલ કર્નલ મૂળભુત રીતે 250HZ ઘડિયાળ વાપરે છે. આથી કે, તેને divider=[value] વિકલ્પની ક્યાંતો dom0 માં અથવા પેરાવર્ચ્યુઅલાઈઝ થયેલ મહેમાનોની જરૂર નથી.

Firefox Rebase

Firefox આવૃત્તિ 3.0. માટે હવે સુધારાયા. આ સુધારો ઘણાબધા લક્ષણોના ફેરફારો અને ઉન્નત્તીકરણ ને લાગુ કરે છે, મોટે ભાગે નોંધનીય રીતે:

  • સુયોજિત હોમપેજો હવે યોગ્ય રીતે લોડ થયેલ છે જ્યારે Firefox બ્રાઉઝર વિન્ડો ખોલેલ છે.

  • જ્યારે તમે શબ્દમાળા "do" માટે શોધી રહ્યા હોય, ત્યારે Firefox નું લાંબા સમય સુધી ભંગાણો નહિ થાય.

  • 64-bit સ્થિતીમાં Firefox હવે સાચી રીતે ext JavaScript લાઇબ્રેરી ને હવે લોડ કરે છે, Firefox, વેબ-આધારીત કાર્યક્રમો નીપહેલાની આવૃત્તિમાં કે જે વપરાતી આ લાઇબ્રેરી ક્યાં તો લોડ કરવા માટે ખૂબ લાગ્યો લેવી, અથવા કયારેય લોડ થઇ જ ન હતી.

  • ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટ માં ભૂલ મળી આવી હતી જે રીતે Firefox જાર:URI યોજનાને સંભાળતુ હતુ. આ ભૂલના કારણે ખરાબ વેબ સાઇટો વપરાશકર્તા પર હુમલો કરવા માટે સ્ક્રિપ્ટ ચલાવી શકતી હતી. આ સુરક્ષા સમસ્યાનુ આ સુધારામાં હવે સમાધાન થઇ ગયુ છે.

  • ઘણાબધી ભૂલો Firefox પ્રક્રિયા થયેલ ચોક્કસ મેલફોર્મ સમાવિષ્ટો માં મળી આવ્યુ હતુ. વેબ સાઇટો કે જે સમાવેલ આવા સમાવિષ્ટો Firefox ના ભંગાણનુ કારણ બની શકે છે અથવા વપરાશકર્તાની ચાલી રહેલ Firefox તરીકે પણ કોડ ચલાવાય છે.આ સુરક્ષા સમસ્યા હવે આ સુધારામાં સમાધાન થયેલ છે.

  • race શરત વેબ પેજ પર window.location ગુણધર્મ સુયોજિત કરવા Firefox માં મળી આવ્યુ હતુ. આ ભૂલ સાથે, તે Referer હેડરને આપખુદ રીતે સુયોજિત કરવા વેબપેજ માટે શક્ય હતુ; આ વેબસાઇટો વિરુદ્દ cross-site request forgery (CSRF) હુમલામાં પરિણમી શકે છે કે જે Referer હેડર પર પણ આધાર રાખે છે. આ સુરક્ષા સમસ્યા એ હવે આ સુધારામાં સમાધાન થયેલ છે.

  • Firefox હવે બહારના દર્શાવ સાથે લગાવેલ લેપટોપો પર યોગ્ય રીતે રેન્ડર છે.

નોંધો કે, છતાંય, કે જે Firefox આ સુધારો બધી JavaScripts અથવા આજે વપરાયેલ Firefox પ્લગઇનો સાથે સંપૂર્ણપણે બેકવર્ડ સુસંગત નથી.

Red Hat એ ધ્યાન આપે છે કે જે ઘણીબધી વિશાલ કોમર્સીયલ વેબ કાર્યક્રમો આ Firefox સુધારા દ્દારા નોંધાયેલ કેટલીક હાલની ક્રોસ-સાઇટ સ્ક્રિપ્ટ ભૂલો પર આધારિત છે. આ સ્ક્રિપ્ટ ભૂલો નીચેની કડીઓમાં વર્ણવાયેલ છે:

તેથી કરીને, આ કોમર્સિયલ વેબ કાર્યક્રમોનો વપરાશ વિધેયોના કેટલાક નુકશાનમાં પરિણમી શકે છે. Firefox ભૂલ કન્સોલ (Tools = > Error Console) માં હાલની વધારાની JavaScript ભૂલોમાં આ ચિવટતાપૂર્વક તમે કરી શકો છો. Red Hat આનુ સમાધાન લાવવા માટે હાલમાં લાગતાવળગતા વેન્ડરો સાથે કામ કરે છે

કર્નલ-સંબંધિત સુધારાઓ

સામાન્ય કર્નલ સુધારાઓ
  • iostat હવે પાર્ટીશનોની પરિસ્થિતી અને I/O પ્રભાવને અનુલક્ષીને આઉટપુટો આપે છે.

  • આ પ્રકાશનમાં I/O ખાતાકરણ હવે આઉટપુટો વધારે વ્યાપક રીતે કોર પરિસ્થિતિ છે. આ ru_inblock અને ru_outblock ને વાપરવા અમલીકરણ દ્દારા પરિપૂર્ણ થયેલ હતી, જે પહેલાથી અપસ્ટ્રીમમાં વપરાતી હતી.

  • show_mem() આઉટપુટ હવે પેજકેશ પાનાંઓનો કુલ નંબર સમાવે છે. આ કન્સોલ અને /var/log/messagesપર મોકલાતી ડિબગની માહિતીને વધુ ઉપયોગી બનાવે છે ખાસ કરીને મેમરી કિલ વખતે.

  • O_ATOMICLOOKUP ફ્લેગ હવે દૂર કરી દીધો છે. આ ફ્લેગ કોઇ હાલના વપરાશકર્તાની જગ્યા ડેઇમોનો દ્દારા વપરાયેલ નથી. આગળ, O_ATOMICLOOKUP દ્દારા સામાન્ય રીતે વપરાતુ બીટ બીજા ફ્લેગ દ્દારા વપરાયેલ છે; આથી કે, O_ATOMICLOOKUP આ બીટ વહેંચણી માંથી ઉદ્ભવતા કોઇપણ તકરારો અવગણવા માટે દૂર કરાયુ હતુ.

  • કર્નલ હવે પ્રક્રિયાની મર્યાદાની જાણકારી /proc/[PID]મા /limits માં નિકાસો કરે છે (જ્યાં [PID] પ્રક્રિયા ID છે).

  • પરિમાણ TCP_RTO_MIN હવે 3000 મિલીસેકન્ડોની મહત્તમ થી રૂપરેખાંકિત થઇ શકે છે. TCP_RTO_MIN પહેલાનાં પ્રકાશનમાં ટ્યુનેબલ કર્નલ પરિમાણ ન હતુ.

    આ સુધારો વધુ TCP/IP સુમેળતા આપે છે, અને કાર્યક્રમોને વાયરલેસ ટ્રાન્સમીશનને અનુલક્ષીને ટ્રાન્સમીશન ફરીથી ચાલુ કરવાની પરવાનગી આપે છે (ઉદાહરણ તરીકે, મોબાઇલ ટ્રાન્સમીશન દરો).

    તમે ip route મારફતે TCP_RTO_MIN પરિમાણનુ રૂપરેખાંકન કરી શકો છો. ઉદાહરણ માટે, મહત્તમ 3000 મિલીસેકન્ડોની TCP_RTO_MIN સુયોજિત કરો, વાપરો:

    ip route change [route] dev eth0 rto_min 3s

    ip route વિશે વધુ જાણકારી માટે, man ip નો સંદર્ભ લો.

  • The udp_poll() વિધેય હવે અમલીકરણ થયેલ છે. આ સુધારો સિસ્ટમ કોલ select() માંથી ખોટુ હકારાત્મક પાછુ આપવાની શક્યતા ઘટાડે છે.

  • તમે હવે 32-bit આઇનોડ નંબરોને સક્રિય/નિષ્ક્રિય કરી શકો છો.આવુ કરવા માટે, કર્નલ પરિમાણ nfs.enable_ino64= ને વાપરો. readdir() અને stat() સિસ્ટમ કોલો (સંપૂર્ણ 64-bit આઇનોડ નંબરોને બદલે) માટે 32-bit આઇનોડ નંબરોમાં NFS ક્લાઇન્ટને સૂચન કરવા nfs.enable_ino64=0 સુયોજના કરશે.

    મૂળભૂત દ્દારા, આ કર્નલ પરિમાણ વાસ્તવિક 64-બીટ આઇનોડ નંબરો પાછા લેવા સુયોજિત કરેલ છે.

  • તમે ઓછી મેમરીમાં NFS લખાણોને હવે અટકાવી શકો છો. આવુ કરવા માટે, 1 માં /proc/sys/vm/nfs-writeback-lowmem-only સુયોજિત કરો (આ મૂળભૂત દ્દારા 0 સુયોજિત છે).

    પહેલાનાં પ્રકાશનો આ સક્ષમતામાં સમાવેશ થયો ન હતો. આ કેટલીક સ્થિતીમાં NFSવાંચન પ્રભાવ અધોગતિના કારણે થાય છે, ખાસ કરીને જ્યારે સિસ્ટમ NFS વાંચવા/લખવા સૂચનાઓ ને વધારે વોલ્યુમોમાં ગણતરી કરે છે.

  • 1 ના /proc/sys/vm/write-mapped સુયોજનો NFS વાંચવાના પ્રભાવને ઝડપી અમલીકરણ કરવા તમને પરવાનગી આપે છે. નોંધો, છતાંય, જે તમને મેમરી ની બહારના જોખમોને જાહેર કરી રહ્યા છે.

  • CIFS એ આવૃત્તિ 1.50c માં સુધારાયેલ છે. આ સુધારો ઘણાબધા ઉન્નત્તીકરણો અને ભૂલ ફેરફારો લાગુ કરે છે. માઉન્ટ OS/2 વહેંચણીની સક્ષમતાનો સમાવેશ કરી રહ્યા છે.

  • કોર ડમ્પ માસ્કીંગ એ હવે આધારભૂત છે.આ કોર ડમ્પ પ્રક્રિયા વહેંચાયેલ મેમરી સેગમેન્ટો પ્રક્રિયાને સ્કીપ કરવાની પરવાનગી આપે છે જ્યારે કોર ડમ્પ ફાઇલ બનાવી રહ્યા છે. આ લક્ષણ દરેક પ્રક્રિયા માટે તમને પસંદ કરવાની પરવાનગી આપે છે કે અનામિક વહેંચાયેલ મેમરી ડમ્પ કરવુ જોઇએ કે નહિ.

    જ્યારે પ્રક્રિયા ડમ્પ કરવામાં આવે છે, ત્યારે અનામિક મેમરી લખવામાં આવે છે કોર ફાઇલમાં જ્યાં સુધી કોર ફાઇલનો આકાર સિમીત ના હોય. અમુક સમયમાં, તમારે અમુક મેમરી સેગમેન્ટોને ડમ્પ થવાથી બચાવવુ પડશે(આથી કે વિશાળ વહેંચાયેલ મેમરી).આનાથી વિપરીત, તમને કોર ફાઇલમાં ફાઇલ-બેક થયેલ મેમરી સેગમેન્ટોનો સંગ્રહ કરવાની ઇચ્છા રાખી શકે છે, એકાકી ફાઇલના ઉમેરામાં.

    આ હેતુઓ માટે, તમે /proc/[pid]/coredump_filter ને સ્પષ્ટ કરવા ઉપયોગ કરી શકે છે કે જે [pid] ના મેમરી સેગમેન્ટો ડમ્પ કરેલ છે. coredump_filter એ મેમરી પ્રકારોના બીટમાસ્ક છે. જો બીટમાસ્ક સુયોજિત હોય, મેમરી સેગમેન્ટો મેમરી પ્રકારને અનુલક્ષીને ડમ્પ થયેલ છે.

    નીચેના મેમરી પ્રકારો આધારભૂત છે:

    • bit 0 — અનામિક ખાનગી મેમરી

    • bit 1 — અનામિક વહેંચાયેલ મેમરી

    • bit 2 — ફાઈલ-બેક થયેલ ખાનગી મેમરી

    • bit 3 — ફાઈલ-બેક થયેલ વહેંચાયેલ મેમરી

    [pid] માટે બિટમાસ્ક સુયોજિત કરો, /proc/[pid]/coredump_filter માં લાગતાવળગતા બિટમાસ્કને સુયોજિત કરો. ઉદાહરણ માટે, પ્રક્રિયા 1111 માં જોડાયેલ બધી વહેંચાયેલ મેમરી સેગમેન્ટોને અટકાવો, વાપરો:

    echo 0x1 > /proc/1111/coredump_filter

    coredump_filter ની મૂળભૂત કિંમતએ 0x3 છે, કે જે સ્પષ્ટ કરે છે કે બધા અનામિક મેમરી સેગમેન્ટો ડમ્પ થયેલ છે. સાથે, નોંધો કે બીટમાસ્ક પરિસ્થિતીને અલગ, MMIO પાનાંઓ (જેવા કે ફ્રેમ બફર) કદીપણ ડમ્પ થયેલ નથી અને vDSO પાનાંઓ હંમેશા ડમ્પ થયેલ છે

    જ્યારે નવી પ્રક્રિયા બનાવવામાં આવે છે ત્યારે, પ્રક્રિયા તેના પિતૃમાંથી બીટમાસ્ક પરિસ્થિતીને બોલાવે છે. આથી કે, Red Hat આગ્રહણીય કે જે તમારે coredump_filter ને કાર્યક્રમને ચલાવ્યા પહેલા સુયોજન કરો. આવુ કરવા માટે, echo ના ઇચ્છિત બીટમાસ્કને /proc/self/coredump_filter પ્રક્રિયા ચલાવી રહ્યા છે એ પહેલા.

આ પ્લેટફોર્મ ના ચોક્કસ કર્નલ સુધારાઓ
  • /dev/msr[0-n] ઉપકરણ ફાઇલો ઉમેરાઇ.

  • powernow-k8 ડ્રાઇવર મોડ્યુલ તરીકે હવે કમ્પાઇલ થયેલ છે. આ ડ્રાઇવર સુધારાઓને સહેલાઇથી લાગુ કરવા બનાવાય છે, ડ્રાઇવર કર્નલમાં લાંબા સમય સુધી કમ્પાઇલ થયેલ નથી.

  • Greyhound હાર્ડવેર પર Oprofile હવે ઘટના-આધારિત પ્રોફાઇલીંગ આધાર આપે છે.

  • AMD ATI SB800 SATA નિયંત્રક હવે આધારભૂત છે.

  • AMD ATI SB600 અને SB700 SATA નિયંત્રકો કે જે 40-pin IDE કેબલ એ હવે આધારભૂત છે તેમાં વાપરો.

  • 64-bit direct memory access (DMA) એ હવે AMD ATI SB700 પર આધારભૂત છે.

  • આધારભૂત Intel ICH10 ઉમેરી દેવામાં આવ્યુ છે તેની માટે PCI ઉપકરણ ID જરૂરી છે.

ડ્રાઈવર સુધારાઓ

સામાન્ય ડ્રાઇવર/પ્લેટફોર્મ સુધારાઓ
  • i2c-piix4 કર્નલ મોડ્યુલ એ હવે AMD SBX00 SMBus આધાર માટે સક્રિય થયેલ છે.

  • i5000_edac: ડ્રાઇવર Intel 5000 chipsets આધાર માં ઉમેરાયુ.

  • i3000_edac: ડ્રાઇવર Intel 3000 3010ચીપસેટો ના આધાર માં ઉમેરાયુ.

  • Intel Tolapai ચીપસેટ ની યોગ્ય કેશ જાણકારી હવે ઉમેરાઇ છે. આ નક્કી કરે છે કે હાર્ડવેર એ યોગ્ય રાતે યાદી થયેલ છે.

  • i2c_piix4: મોડ્યુલ AMD ATI SB600, SB700, અને SB800 આધારમાં ઉમેરાયુ.

  • OpenFabrics Enterprise Distribution (OFED) આ પ્રકાશનમાં અમલીકરણ હવે OFED આવૃત્તિ 1.3 પર આધારિત છે. આ ઉન્નત્તીકરણ હાર્ડવેર માટે આધાર આપે છે કે જે InfiniBand ડ્રાઇવરો વાપરે છે.

  • wacom: ડ્રાઇવર નીચેના ઇનપુટ ઉપકરણો નો આધાર ઉમેરવા માટે સુધારાયુ:

    • Intuos3 12x19

    • Intuos3 12x12

    • Intuos3 4x6

    • Cintiq 20wsx

  • i2c-i801: ડ્રાઇવર (લાગતીવળગતી PCI IDs ની સાથે) આધાર Intel Tolapai માટે સુધારાયુ.

  • sata_svw: ડ્રાઇવર Broadcom HT1100 ચીપસેટ આધાર માટે સુધારાયુ.

  • libata:ડ્રાઇવર બ્લેકલિસ્ટમાંથી Hitachi ડ્રાઇવો કરી રહ્યા હોય ત્યારે સક્રિય Native Command Queuing (NCQ) માટે સુધારાયુ.

  • ide: ડ્રાઇવર ide=disable સમાવેશ માટે સુધારાયુ, કર્નલ PCI મોડ્યુલ પરિમાણ કે જેનો વપરાશ ડ્રાઇવરને નિષ્ક્રિય કરી શકે છે.

  • psmouse: ડ્રાઇવર ઇનપુટ ઉપકરણોને યોગ્ય રીતે આધાર આપવા સુધારાયુ. કે જે cortps પ્રોટોકોલ વાપરે છે. આ ઇનપુટ ઉપકરણોના ઉદાહરણો Cortron દ્દારા 4-બટન માઇશ અને ટ્રેકબોલ ઉપકરણોનો વિકાસ થયેલ છે.

  • eHEA:ડ્રાઇવર અપસ્ટ્રીમ આવૃત્તિ બંધબેસે એ રીતે સુધારાયુ. આ સુધારો ઘણાબધા અપસ્ટ્રીમ ભૂલ ફેરફારો અને ઉન્નત્તીકરણો માટે લાગુ કરે છે કે જે IBM i6 અને p6 માટે આધાર સુધારે છે, સમાવેશ કરી રહ્યા છે:

    • Large Receive Offload (LRO) આધારનો ઉમેરો નેટવર્કીંગ મોડ્યુલ તરીકે.

    • poll_controller, આધારભૂત netdump માટે જરૂરી અને netconsole મોડ્યુલો નો ઉમેરો.

  • zfcp: ડ્રાઈવર અપસ્ટ્રીમ ભૂલ ફેરફારો લાગુ કરવા માટે સુધારાયા. આ સુધારો ઘણાબધા ભૂલ ફેરફારો લાગુ કરે છે, મોટે ભાગે નોંધનીય રીતે:

    • જ્યારે એડેપ્ટરો fibre-channel hot-removal પછી મલ્ટીપાથ પર્યાવરણમાં ફરીથી ખૂલેલ હોય ત્યારે અસર થયેલા રસ્તાઓ નિષ્ફળ થયેલ તરીકે લાંબા સમય સુધી ચિહ્નિત નથી. આ સુધારા સાથે, લાગતાવળગતા એડેપ્ટર ફ્લેગો હવે આવી ઘટના દરમિયાન યોગ્ય રીતે ક્લિઅર કરવામાં આવે છે.

    • જ્યારે fsf અર્જીની સમય સમાપ્તિ થાય, ત્યારે એડેપ્ટર એ સફળતાપૂર્વક પુન:પ્રાપ્તિ પછી નિષ્ફળ થયેલ તરીકે લાંબા સમય સુધી ચિહ્નિત નથી. ZFCP_STATUS_COMMON_ERP_FAILED ફ્લેગ હવે ક્લિઅર કરવામાં આવે છે જ્યારે એડેપ્ટર સફળતાપૂર્વક સક્રિય થયેલ હોય છે.

    • જ્યારે એડેપ્ટર સફળતાપૂર્વક પુન:સક્રિય થયેલ છે ત્યારે BOXED હવે હટાવી દેવાયેલ છે.

    • ભૂલ કે જે SCSI સ્ટેક અને ERP થ્રેડ વચ્ચે ડેડલોક નુ કારણ બની શકે છે (કેટલીક સ્થિતીમાં, જ્યારે કેટલાક ઉપકરણો રજીસ્ટર કરવામાં આવી રહ્યુ છે) તે હવે સુધારાયેલ છે.

    • જ્યારે મલ્ટીપાથ પર્યાવરણમાં "ઓફલાઇન" તરીકે ચિહ્નિત ઉપકરણમાં chccwdev વાપરી રહ્યા હોય, ત્યારે I/O બધા માર્ગો પર બહાર આવવા માટે લાંબો સમય નથી. વધુમાં, જ્યારે chccwdev ની મદદથી એજ ઉપકરણને પાછુ ઓનલાઇન લાવવામાં આવે છે, ત્યારે તે હજુ યોગ્ય માર્ગ ચકાસનારને વાપરશે.

નેટવર્ક
  • bnx2x:ડ્રાઇવર Broadcom 5710 ચીપસેટ પર નેટવર્ક એડેપ્ટરો ના આધાર માટે ઉમેરાયુ.

  • cxgb3: ડ્રાઇવર Chelsio 10G ઇથરનેટ નિયંત્રક અને OFED આધાર માટે સુધારાયુ.

  • realtek: ડ્રાઇવર Realtek RTL8111 અને RTL8168 PCI-E નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ આધાર માટે સુધારાયુ.

  • e1000: ડ્રાઇવર વારાફરતી MAC સરનામાઓમાં સુધારાયુ, Virtual Connect આર્કીટેક્ચર આધાર આપવા માટે જરૂરી છે.

  • e1000e: ડ્રાઇવર તાજેતરની અપસ્ટ્રીમ આવૃત્તિમાં સુધારાયુ. આ સુધારો ICH9m અને 82574L Shelter Island નેટવર્ક ઇન્ટરફેશ કાર્ડો માટે આધાર પૂરો પાડે છે, અને ઘણા બધા અપસ્ટ્રીમ ફેરફારો પણ લાગુ કરે છે.

  • bnx2: ડ્રાઇવર આવૃત્તિ 1.6.9 માં સુધારાયુ. આ ઘણાબધા અપસ્ટ્રીમ બદલાવો લાગુ કરે છે, અને Broadcom 5709s ચીપસેટ માટે આધાર પૂરો પાડે છે.

  • igb: ડ્રાઇવર અપસ્ટ્રીમ આવૃત્તિ 1.0.8-k2 માં સુધારાયુ. આ ડ્રાઇવર આવૃત્તિ હવે Intel 82575EB (Zoar) ચીપસેટ ને આધાર આપે છે.

  • s2io: ડ્રાઇવર Neterion Xframe-II 10GbE નેટવર્ક એડેપ્ટર માટે આધાર પૂરો પાડવા માટે આવૃત્તિ 2.0.25.1 માં સુધારાયું.

  • tg3: ડ્રાઈવર એ અપસ્ટ્રીમ આવૃત્તિ 3.86 માં સુધારાયા. આ સુધારો ઘણાબધા ફેરફારો અને ઉન્નત્તીકરણો લાગુ કરે છે, સમાવેશ કરી રહ્યા છે:

    • irq_sync race શરત મુદ્દો હવે સુધારેલ છે.

    • Auto-MDI હવે સક્રિય થયેલ છે.

  • forcedeth: ડ્રાઇવર અપસ્ટ્રીમ આવૃત્તિ 0.61 માં સુધારાયું. આ સુધારો નીચેના ચીપસેટો માટે આધાર પૂરો પાડે છે:

    • MCP73

    • MCP77

    • MCP79

    આ સુધારો WOL, MAC સરનામુ ઓર્ડર, અને tx ટાઇમઆઉટ મુદ્દાઓ ને સંબંધિત ઘણાબધા ભૂલ સુધારાઓ પૂરા પાડે છે.

સંગ્રહ
  • stex: ડ્રાઈવર આવૃત્તિ 3.6.0101.2. માં સુધારાયા. આ સુધારો ઘણાબધા અપસ્ટ્રીમ ઉન્નત્તીકરણો અને ભૂલ સુધારાઓ લાગુ કરે છે.

  • mpt fusion: ડ્રાઈવર ફેમીલી આવૃત્તિ 3.12.19.00 માં સુધારાયા. આ સુધારો ઘણાબધા ફેરફારો અને સુધારાઓ લાગુ કરે છે, મોટે ભાગે નોંધનીય રીતે:

    • કતાર ઊંડાણને બદલી રહ્યા છે તે માટે ટ્યુનિંગ પરિમાણો હવે mptsas.c, mptspi.c, અને mptfc.c માં સમાવેલ છે. આ પરિમાણો mptsas_device_queue_depth, mptspi_device_queue_depth, અને mptfc_device_queue_depth છે. આ ટ્યુનિંગ પરિમાણો માટે મૂળભૂત કિંમતો 48 છે.

    • 36GB કરતા વધારે મેમરી ધરાવતી સિસ્ટમ પર, 1,078 સુધીના છૂટાછવાયા/ભેગા પ્રવેશો હવે આધારભૂત છે.

    • વધારાના ફ્લેગ ioc->broadcast_aen_busy. જ્યારે mptsas_broadcast_primative_work થ્રેડ ચાલી રહ્યા હોય, ત્યારે આ ફ્લેગ સુયોજિત છે. જ્યારે વધારાની aen ઘટનાઓ પોસ્ટ થઇ ગઇ, તેઓ અવગણશે જ્યારે ioc->broadcast_aen_busy સુયોજિત છે.

      વધુમાં, SCSI_IO આદેશો ફ્રોઝન અને પછીથી પુન:કતાર થયેલ હશે જ્યારે ioc->broadcast_aen_busy ફ્લેગ સુયોજિત છે. આ ફ્લેગ ક્લિઅર થયેલ છે એકવાર mptsas_broadcast_primative_work થ્રેડ સમાપ્ત થાય છે.

    • આંતરિક આદેશ ટાઇમઆઉટ રુટિન હવે શરત અટકાણ ને ક્લિઅર કરવા માટે નિદાન પુન:સુયોજિત નો મુદ્દો છે જ્યારે sync cache આદેશ અદા થાય છે જ્યારે ડ્રાઇવર લોડ થયેલ નથી. આ સક્ષમતા બે ટાઇમઆઉટ રુટિનોના અમલીકરણ દ્દારા ઉમેરાઇ હતી: એક ટાઇમઆઉટ રુટિન બધા આંતરિક આદેશો સંભાળવા ડોમેઇન વેલિડેશન સાથે સંકળાયેલ નથી, જો કે બીજુ ફક્ત આદેશો સંભાળવા ડોમેઇન વેલિડેશન સાથે સંકળાયેલ છે.

    • ડોમેઇન વેલીડેશન સમય સમાપ્તિ રુટિન હવે લક્ષ્યનુ પુન:સુયોજિત કરવા કરતાં બસ પુન:સુયોજિતનો મુદ્દો છે.

    • જ્યારે Task Management અર્જી (IOCTL ઇન્ટરફેસ મારફતે) સમાપ્ત થાય છે, ત્યારે સંકળાયેલ IOCTL ટાઇમર હવે કાઢી નાખવામાં આવેલ છે. આ નિવૃત્તિમાંથી ટાઇમરને અટકાવે છે; ટાઇમર નિવૃત્તિના પરિણામો પણ યજમાનમાં પુન:સુયોજિત થાય છે જ્યારે Task Management ની અર્જી સફળતાપૂર્વક સમાપ્ત થાય છે.

  • qla2xxx:ડ્રાઇવર એ આવૃત્તિ 8.02.00-k5 માં સુધારવામાં આવ્યું. આ સુધારો નીચેના આધાર માટે ઉમેરાય છે:

    • EHAFT, QLogic યજમાન બસ એડપ્ટર પદ્દતિ કે જે ફાઇબર ચેનલ ઉપરકણો વિશે પ્રવૃત્તિની જાણકારી પૂરી પાડે છે.

    • 8GB ફાઇબર-ચેનલ ઉપકરણો.

    આ સુધારો અપસ્ટ્રીમ માંથી પૂરો પાડેલ ઘણાબધા સુધારાઓને પણ લાગુ કરે છે, ભૂલ સમાધાનનો સમાવેશ કરી રહ્યા છે કે જે LOOP_DEAD સ્ટેટ માં પહેલેથી જ છે એવા રાહ જોઇ રહ્યા લુપ પર માંથી ડ્રાઇવરને અટકાવે છે.

  • qla3xxx: ડ્રાઇવર આવૃત્તિ v2.03.00-k4-rhel4.7-01 માં સુધારાયુ. આ સુધારો ભૂલનાં સમાધાનો જ્યાં જો qla3xxx ડ્રાઇવર દ્દારા માલિકી થયેલ ઇન્ટરફેસ VLAN માં વપરાયુ હતુ, ઇનબાઉન્ડ સમાપ્તિ સંભાળવામાં આવી નહિં અને TCP/IP સ્ટેકમાંથી પસાર થઇ ગઇ.

  • qla4xxx: ડ્રાઇવર આવૃત્તિ 5.01.03-d0 માં સુધારાયું. આ નીચેના ફેરફારો લાગુ કરે છે:

    • સત્ર હવે એજ લક્ષ્ય પર દરેક ઉપલબ્ધ પોર્ટ માટે બનાવવામાં આવેલ છે. વધુમાં, ભૂલ કે જે કેટલાક લક્ષ્યોનુ (ફેઈલઓવર પછી અથવા કેબલ પુલ) હવે સમાધાન થયેલ છે તે માટે પુન:પ્રવેશ અર્જી આપવા માટે અટકાવેલ છે.

    • qla4xxx ની પહેલાની આવૃત્તિમાં, I/O કતાર ઊંડાણો "સંપૂર્ણ કતાર" ભૂલો દ્દારા અસર થયેલ નથી. હવે, કતાર ઊંડાણો યોગ્ય રીતે ગોઠવાયેલ છે જ્યારે "સંપૂર્ણ કતાર" ઉત્પન્ન થાય, જે I/O ભૂલ સંભાળવાનુ સુધારે છે. તેથી કરીને, દરેક લક્ષ્ય પર બધા LUNs માટે કતાર ઊંડાણ પણ મર્યાદિત હશે.

    • SCSI વિધેય હવે ફર્મવેરની શરૂઆત પહેલા સક્રિય થયેલ છે. આ ભૂલ સુધારવા ખાતરી આપે છે કે SCSI વિધેય કોઇપણ સોફ્ટ પુન:સુયોજિત અથવા ફેટલ ભૂલોની જાહેરાત મેળવે છે કે જે ફર્મવેર શરૂઆતની સમાપ્તિ થાય છે તે પહેલા ઉત્પન્ન થાય છે.

    • એ ભૂલ કે જે ઓપરેટિંગ સિસ્ટમને અમુક લક્ષ્યોને સ્કેન કરવાથી અટકાવે છે કે જે "બિન-સક્રિય" થી "સક્રિય" સ્થિતિ માં જાય છે (ડ્રાઈવરના આરંભ વખતે) એ હવે સુધારી દેવામાં આવ્યુ છે.

  • CCISS: ડ્રાઇવર આવૃત્તિ 3.6.20-RH1 માં સુધારાયું. આ સુધારો આવી રહેલા SAS/SATA નિયંત્રકો માટે આધાર પૂરો પાડે છે, અને નીચેના બદલાવો ની સાથે (બીજાઓ વચ્ચે) લાગુ કરે છે:

    • I/O નિયંત્રણ sg_io ઉમેરાયુ. આ ioctl મલ્ટીપાથીંગ માટે વધારાનો આધાર પૂરો પાડેલ છે.

    • જ્યારે સિસ્યમ પર ડ્રાઇવોના મોટા નંબર સંગ્રહિત થયેલ છે, ત્યારે /proc/driver/cciss પ્રવેશોને સિસ્ટમ ભંગાણો રોકવા માટે બદલી દેવામાં આવ્યા છે.

    • cciss ડ્રાઇવર માં READ_AHEAD સુયોજનાઓ હવે દૂર કરવામાં આવી છે. cciss ડ્રાઇવર હવે 256 ની મૂળભૂત બ્લોક સ્તર તરીકે વપરાશે. ચકાસણીએ બતાવ્યુ હતુ કે જે READ_AHEAD=1024 પ્રભાવમાં અચળ સુધારામાં પરિણમ્યુ ન હતુ; કેટલીક પરિસ્થિતિ માં, આ સુયોજનો સિસ્ટમને અટકી જવાનુ કારણ બની શકે છે.

  • megaraid_sas:ડ્રાઇવર MegaRAID સ્થિતીમાં ચાલી રહેલા LSI 1078 ચીપસેટોના આધાર માટે આવૃત્તિ 3.18 માં સુધારાયુ. વધુમાં, ઘણાબધા ભૂલ ફેરફારો આ સુધારા દ્દારા લાગુ પાડેલ છે, સમાવેશ કરી રહ્યા છે:

    • MFI_POLL_TIMEOUT_SE CS હવે 60 સેકન્ડ છે (10 સેકન્ડ થી વધારીને). આ ફર્મવેર ને સમાવવા માટે કરવામાં આવ્યુ છે, કે જે INIT આદેશને પ્રત્યુત્તર આપવામાં મહત્તમ 60 લે લઇ શકે છે.

    • ભૂલ કે જે વારંવાર ચીપ પુન:સુયોજિત કરવાનુ અને ફ્રેમની સંખ્યાની ગણતરી ના લીધે થતા આદેશની સમય સમાપ્તિનું કારણ બનતી હતી તે હવે સુધારાયેલ છે. આ સુધારાના લીધે હવે આ ડ્રાઇવર અર્જી કરવા પર ફર્મવેર ને સાચી ફ્રેમ સંખ્યા મોકલે છે.

    • પોલીંગ આધાર માટે મોડ્યુલ પરિમાણ poll_mode_io ઉમેરાયા.

  • arcmsr: ડ્રાઇવર આવૃત્તિ 1.20.00.15.rh માં સુધારાયુ. આ સુધારો ઘણાબધા ભૂલ ફેરફારો અને નાના ઉન્નત્તીકરણો લાગુ કરે છે; વધુમાં, તે નીચેના SATA RAID એડેપ્ટરો માટે આધાર પૂરો પાડે છે:

    • ARC1200

    • ARC1201

    • ARC1202

ટેક્નોલોજી પૂર્વદર્શનો

ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો વર્તમાનમાં Red Hat Enterprise Linux 4.7 ઉમેદવારી સેવાઓ હેઠળ આધારભૂત નથી, વિધેયાત્મક રીતે સંપૂર્ણ હોઈ શકે નહિં, અને ઉત્પાદન વપરાશ માટે સામાન્ય રીતે યોગ્ય નહિં હોય. છતાં, આ લક્ષણો ગ્રાહકની સુગમતા તરીકે સમાવવામાં આવેલ છે અને મોટા વિસ્તારનું લક્ષણ પૂરું પાડવા માટે જરૂરી છે.

ગ્રાહકો આ લક્ષણોને બિન-ઉત્પાદન પર્યાવરણમાં ઉપયોગી શોધી શકશે. ગ્રાહકો અભિપ્રાય પૂરો પાડવા માટે પણ મુક્ત છે અને ટેક્નોલોજી પૂર્વદર્શન લક્ષણો માટે વિધેય સૂચનો માટે તે સંપૂર્ણપણે આધારભૂત બને તે પહેલાં. ત્રુટિસૂચીઓ ઊંચા-ઉગ્ર સુરક્ષા મુદ્દાઓ માટે પૂરા પાડવામાં આવશે.

ટેક્નલોજી પૂર્વદર્શન લક્ષણના વિકાસ દરમ્યાન, વધારાના ઘટકો જાહેર રીતે ચકાસણી માટે ઉપલબ્ધ બની જશે. ટેક્નોલોજી લક્ષણોને ભવિષ્યના પ્રકાશનમાં સંપૂર્ણપણે આધાર આપવો એ Red Hat હેતુ છે.

Systemtap

Systemtap એ ચાલી રહેલ Linux સિસ્ટમ વિશે જાણકારી ભેગી કરીને સરળ બનાવવા માટે મુક્ત સોફ્ટવેર (GPL) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. આ પ્રભાવ અથવા વિધેયાત્મક સમસ્યાની તપાસમાં સહાય કરે છે. systemtap ની મદદથી, વિકાસકર્તાઓને લાંબા સમય સુધી જટિલ અને ભંગાણજનક વાજિંત્ર, પુનઃકમ્પાઈલ, સ્થાપન, અને રીબુટ ક્રમ સુધી જવાની જરૂર નથી કે જે ક્યાં તો માહિતી ભેગી કરવા માટે જરૂરી હોય.

gcc

GNU Compiler Collection (gcc-4.1) એ આ પ્રકાશનમાં હજુ પણ ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે. આ કમ્પાઈલર મૂળભૂત રીતે Red Hat Enterprise Linux 4.4 માં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે પરિચયમાં આવ્યું હતુ.

gcc-4.1 વિશે વધુ જાણકારી માટે, http://gcc.gnu.org/ આગળ પ્રોજેક્ટ વેબસાઈટનો સંદર્ભ લો. gcc-4.1.2 માટેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન http://gcc.gnu.org/onlinedocs/gcc-4.1.2/gcc/ આગળથી પણ વાંચી શકાશે.

autofs5

autofs5 એ આ પ્રકાશનમાં ટેક્નોલોજી પૂર્વદર્શન તરીકે સમાવવામાં આવેલ છે. autofs ની આ નવી આવૃત્તિ ઘણાબધા લાંબા-સમયના આંતરપ્રક્રિયા મુદ્દાઓને વિવિધ-વિક્રેતા પર્યાવરણોમાં ઉકેલે છે. autofs5 એ નીચેના ઉન્નતીકરણોના લક્ષણો પણ આપે છે:

  • સીધો મેપ આધાર, કે જે ફાઈલ સિસ્ટમ વંશવેલામાં કોઈપણ બિંદુએ ફાઈલ સિસ્ટમો આપોઆપ માઉન્ટ કરવાની પદ્ધતિ પૂરી પાડે છે

  • lazy mount અને umount આધાર

  • નવી રૂપરેખાંકન ફાઈલ મારફતે ઉન્નત બનાવેલ LDAP આધાર, /etc/autofs_ldap_auth.conf

  • nsswitch.conf વપરાશનું સમાપ્તિ અમલીકરણ

  • સીધા મેપ માટે ઘણાબધા મુખ્ય મેપ પ્રવેશો

  • મેપ સમાવેશનું અમલીકરણ પૂર્ણ કરો, કે જે સ્પષ્ટ થયેલ મેપના સમાવિષ્ટોને autofs મુખ્ય મેપમાં સમાવવા માટે પરવાનગી આપે છે

હાલમાં, autofs5 મુખ્ય મેપ લેક્ઝિકલ વિશ્લેષક માઉન્ટ બિંદુ અથવા મેપ સ્પષ્ટીકરણમાં અવતરતણવાળી શબ્દમાળાઓ યોગ્ય રીતે પદચ્છેદિત કરી શકતો નથી. આથી, અવતરણવાળી શબ્દમાળાઓ મેપોમાં જાતે જ લખાવી જોઈએ.

autofs એ હજુ પણ સ્થાપિત છે અને આ સુધારામાં મૂળભૂત રીતે ચાલે છે. આથી, જો તમે autofs5 ઉન્નતીકરણો વાપરવા ઈચ્છો તો તમારે autofs5 પેકેજ સ્થાપિત કરવાની જરૂર પડશે.

તમારી પાસે autofs અને autofs5 બંને સ્થાપિત હોઈ શકે. છતાંય, automount સેવાઓ પૂરી પાડવા માટે તેમાંનુ એક જ વાપરવામાં આવવું જોઈએ. autofs5 સ્થાપિત કરવા માટે અને તેને તમારા automounter તરીકે વાપરવા માટે, આ પગલાંઓ ભરો:

  1. રુટ તરીકે પ્રવેશ કરો અને autofs સેવાને service autofs stop આદેશની મદદથી અટકાવો.

  2. autofs સેવાને chkconfig autofs off આદેશની મદદથી નિષ્ક્રિય કરો.

  3. autofs5 પેકેજ સ્થાપિત કરો.

  4. autofs5 સેવાને chkconfig autofs5 on ની મદદથી સક્રિય કરો.

  5. autofs5 ને service autofs5 start આદેશની મદદથી શરૂ કરો.

autofs5 વિશે વધુ જાણકારી માટે, નીચેના man પાનાંઓનો સંદર્ભ લો (autofs5 પેકેજ સ્થાપિત કર્યા પછી):

  • autofs5(5)

  • autofs5(8)

  • auto.master.v5(5)

  • automount5(8)

વધુ જાણકારી માટે તમે /usr/share/doc/autofs5-<version>/README.v5.release ની સલાહ પણ લઈ શકો.

ઉકેલાયેલ મુદ્દાઓ

  • જ્યારે કાર્યક્રમ જેવા કે systool/sys/class/scsi_host/host<scsi host number>/mbox (Emulex lpfc ડ્રાઇવર દ્દારા પેદા થયેલ છે) ને વાંચે, બિનહાનિકારક "ખરાબ સ્ટેટ" સંદેશ એ કન્સોલમાં છાપવા લાંબો સમય નથી અથવા સિસ્ટમ લોગ ફાઇલમાં લોગ થયેલ છે.

  • કર્નલ હવે Data Terminal Ready (DTR) સંકેતોને બુટ સમય દરમ્યાન સીરીયલ પોર્ટ પર છાપવા પહેલાં આકારણી કરતા નથી. DTR આકારણી એ અમુક ઉપકરણો દ્વારા જરૂરી છે; આના પરિણામે, કર્નલ બુટ સંદેશાઓ આવા ઉપકરણો પર સીરીયલ કન્સોલ પર છપાતા નથી.

  • Red Hat Enterprise Linux 4.6 માં, લોગીન પ્રોમ્પ્ટ દેખાશે નહિં જ્યારે ઓપરેટીંગ સિસ્ટમ સીરીયલ કોન્સોલ મારફતે સ્થાપિત થયેલ હતી. આ મુદ્દો હવે આ પ્રકાશનમાં સુધારાયેલ છે.

જાણીતા મુદ્દાઓ

  • openmpi અને lam ની પહેલાની આવૃત્તિમાં ભૂલ એ તમને આ પેકેજોનો સુધારો કરી રહ્યા છે એમાંથી અટકાવી શકે છે. આ એજ ભૂલ up2date ને નિષ્ફળ થવાનુ કારણ બની શકે છે જ્યારે બધા પેકેજોને સુધારી રહ્યા છે.

    આ ભૂલ નીચેની ભૂલોમાં મેનીફેસ્ટ કરે છે જ્યારે openmpi અથવા lam સુધારો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય છે:

    error: %preun(openmpi-[version]) scriptlet failed, exit status 2
    

    આ બગ નીચેની ભૂલમાં મેનીફેસ્ટ કરેલ છે (/var/log/up2date માં પ્રવેશ થયેલ છે) જ્યારે up2date મારફતે બધા પેકેજોનો સુધારો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ:

    rpm પરિવહન ચલાવવામા up2date નિષ્ફળ થયેલ છે - %pre %pro નિષ્ફળતા ? .
    

    આથી કે, તમે આ ભૂલો અવગણવા માટે ઓર્ડરમાં પહેલા openmpi અને lam ની જૂની આવૃત્તિઓને જાતે જ દૂર કરવાની જરૂર પડી શકે છે. આવુ કરવા માટે, નીચેનો rpm આદેશ વાપરો:

    rpm -qa | grep '^openmpi-\|^lam-' | xargs rpm -e --noscripts --allmatches

  • જ્યારે LUN રૂપરેખાંકિત ભરનાર પરથી કાઢી નાંખવામાં આવેલ હોય, ત્યારે ફેરફાર યજમાન પર અસરમાં આવતો નથી. આવા કિસ્સાઓમાં, lvm આદેશો ચોક્કસપણ અટકી જશે જ્યારે dm-multipath વપરાય, કારણ કે LUN એ હવે stale બની ગયેલ છે.

    આનો ઉકેલ લાવવા માટે, stale LUN ની ચોક્કસ /etc/lvm/.cache માં બધા ઉપકરણન અને mpath કડી પ્રવેશોને દૂર કરો. ક્યા આ પ્રવેશો છે એને શોધી કાઢો, નીચેના સંદેશને ચલાવો:

    ls -l /dev/mpath | grep <stale LUN>

    ઉદાહરણ માટે, જો <stale LUN> એ 3600d0230003414f30000203a7bc41a00 હોય, તો નીચેના પરિણામો દેખાશે:

    lrwxrwxrwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00 -> ../dm-4
    lrwxrwx--rwx 1 root root 7 Aug  2 10:33 /3600d0230003414f30000203a7bc41a00p1 -> ../dm-5
            

    આનો અર્થ એ થાય કે 3600d0230003414f30000203a7bc41a00 એ બે mpath કડીઓ સાથે જોડાયેલ છે: dm-4 અને dm-5.

    આથી, નીચેની લીટીઓ /etc/lvm/.cache માંથી કાઢી નાંખવામાં આવવી જોઈએ:

    /dev/dm-4 
    /dev/dm-5 
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mapper/3600d0230003414f30000203a7bc41a00p1
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00
    /dev/mpath/3600d0230003414f30000203a7bc41a00p1
    
  • HA-RAID બે-સિસ્ટમ રૂપરેખાંકન માં, બે SAS એડેપ્ટરો બે સિસ્ટમો માં પ્લગ થયેલ છે અને વહેંચાયેલ SAS ડિસ્ક ડ્રોવરને જોડાયેલ છે. બંને SAS એડેપ્ટરો પર Primary ના Preferred Dual Adapter State લક્ષણોની સુયોજના race શરત અને બે SAS એડેપ્ટરો વચ્ચે અનંત ફેઇલઓવરનુ કારણ ટ્રીગર હોઇ શકે છે. આ એટલા માટે કે એક SAS એડેપ્ટર Primary માં સુયોજિત થઇ શકે છે.

    આ ભૂલને અટકાવવા માટે, ખાતરી કરો કે જે એક SAS એડેપ્ટરનો Preferred Dual Adapter StateNone માં સુયોજિત છે જો બીજુ SAS એડેપ્ટર Primary માં સુયોજિત થવુ જોઇએ.

  • X સર્વર આ પ્રકાશનની સિસ્ટમ પર નિષ્ફળ થઇ શકે છે કે જે Intel GM965 પર આધારિત ચીપસેટો વાપરો.

  • જો તમે hp_sw કર્નલ માડ્યુલને વાપરવુ જરૂરી હોય તો, સુધારાયેલ device-mapper-multipath પેકેજ સ્થાપિત કરો.

    સક્રિય/નિષ્ક્રિય સ્થિતી યોગ્ય રીતે વાપરવા અને Linux મશીન માંથી જોડાણો ઓળખવા માટે HP એરેને યોગ્ય રીતે રૂપરેખાંકન કરવુ પડશે. આવુ કરવા માટે નીચેના પગલાઓ કરો:

    1. નક્કી કરો કે show connections મદદથી દરેક જોડાણનુ world wide port name (WWPN) ક્યુ છે. નીચે બે જોડાણો સાથે HP MSA1000 એરે પર show connections નુ સાદુ આઉટપુટ છે:

      Connection Name: <Unknown>
         Host WWNN = 200100E0-8B3C0A65
         Host WWPN = 210100E0-8B3C0A65
         Profile Name = Default
         Unit Offset = 0
         Controller 2 Port 1 Status = Online
      
      Connection Name: <Unknown>
         Host WWNN = 200000E0-8B1C0A65
         Host WWPN = 210000E0-8B1C0A65
         Profile Name = Default
         Unit Offset = 0
         Controller 1 Port 1 Status = Online
      
    2. નીચેના આદેશની મદદથી દરેક જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત કરો:

      add connection [connection name] WWPN=[WWPN ID] profile=Linux OFFSET=[unit offset]

      નોંધો કે જે [connection name] આપખુદ રીતે સુયોજિત કરી શકો છો.

      આપેલા ઉદાહરણની મદદથી, યોગ્ય આદેશો હોવા જોઇએ:

      add connection foo-p2 WWPN=210000E0-8B1C0A65 profile=Linux OFFSET=0

      add connection foo-p1 WWPN=210100E0-8B3C0A65 profile=Linux OFFSET=0

    3. ચકાસવા માટે ફરીથી show connections ચલાવો કે જે દરેક જોડાણ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ છે. આપેલા ઉદાહરણ તરીકે, યોગ્ય રૂપરેખાંકન હોવા જોઇએ:

      Connection Name: foo-p2
         Host WWNN = 200000E0-8B1C0A65
         Host WWPN = 210000E0-8B1C0A65
         Profile Name = Linux
         Unit Offset = 0
         Controller 1 Port 1 Status = Online
      
      Connection Name: foo-p1
         Host WWNN = 200100E0-8B3C0A65
         Host WWPN = 210100E0-8B3C0A65
         Profile Name = Linux
         Unit Offset = 0
         Controller 2 Port 1 Status = Online
      
  • Red Hat એ EXT3 ફાઇલ સિસ્ટમો પર quota ને વાપરવા માટે અપ્રોત્સાહિત કરે છે. આ એટલા માટે કે અમુક સંજોગોમાં આવુ કરવાથી ડેડલોક નું કારણ થઇ શકે છે.

    ચકાસણી દ્દારા એ સામને આવ્યુ છે કે kjournald અમુક વખત અમુક EXT3 ને લગતા કોલઆઉટને બ્લોક કરે છે કે જે quota ચાલતુ હોય એ વખતે વપરાય છે. આથી કરીને, Red Hat આ સમસ્યાને Red Hat Enterprise Linux 4 માં સરખુ કરવાની યોજના નથી કરતી કારણ કે આ બદલાવો ખૂબ ઊંડા હોઇ શકે છે.

    નોંધો કે જે આ મુદ્દો Red Hat Enterprise Linux 5 માં હાલ નથી.

  • Mellanox MT25204 માટેની હાર્ડવેર ચકાસણી ખૂલી ગયેલ છે કે જ્યારે ચોક્કસ ઊંચા-ભારવાળી શરતોમાં આંતરિક ભૂલ ઉદ્દભવે. જ્યારે ib_mthca ડ્રાઈવર આ હાર્ડવેર પર કેટાસ્ટ્રોફીક ભૂલનો અહેવાલ આપે, ત્યારે તે સામાન્ય રીતે વપરાશકર્તા કાર્યક્રમ દ્વારા પેદા કરેલ અખૂટ ક્રિયા અરજીઓની સંખ્યાને સંબંધિત કતાર ઊંડાઈની અપૂરતી સમાપ્તિ સમાપ્તિને સંબંધિત હોય છે.

    ડ્રાઈવર હાર્ડવેર પુનઃસુયોજીત કરશે અને આવી ઘટનામાંથી પુનઃપ્રાપ્ત કરશે છતાંય, બધા હાલના જોડાણો ભૂલના સમયે ખોવાઈ જાય છે. આ સામાન્ય રીતે વપરાશકર્તા કાર્યક્રમમાં સેગ્મેન્ટેશન ક્ષતિમાં પરિણમે છે. આગળ, જો ભૂલના સમયે opensm ચાલી રહ્યું હોય, તો પછી તેને યોગ્ય પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે જાતે પુનઃશરૂ કરવું પડશે.

  • જ્યારે તમે ડેસ્કટોપ વહેંચણી જોડાણ આઇકોન પર ડબલ-ક્લિક કરો ત્યારે તેનુ સંદર્ભ મેનુ દર્શાવે છે, નહિં કે જ્યારે ડેસ્કટોપ વહેંચણી જોડાણ આઇકોન પર રાઇટ-ક્લિક કરો. બીજા બધા તેના સંદર્ભ મેનુ દર્શાવે છે જ્યારે તમે તેઓની પર રાઇટ ક્લિક કરો.

( amd64 )

Provided by: Nexcess.net